Nano Banana: સોશિયલ મીડિયા પર ક્યારે કયો ટ્રેન્ડ વાયરલ થઈ જશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. થોડા સમય પહેલા ઘિબ્લી-સ્ટાઈલ તસવીરોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી હતી અને હવે એક નવો ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે.
‘નેનો બનાના’ 3D મૂર્તિઓનો ક્રેઝ
હાલમાં લોકો તેમના પાલતુ પ્રાણીઓ, મનપસંદ સેલિબ્રિટી અને નેતાઓની તસવીરોને 3D ડિજિટલ મૂર્તિઓમાં બદલીને શેર કરી રહ્યા છે. આ ટ્રેન્ડને ‘નેનો બનાના’ નામ અપાયું છે અને તેને બનાવવા માટે Googleનું નવું AI ટૂલ Gemini 2.5 Flash Image વપરાઈ રહ્યું છે.
ફોટો બનાવવાની સરળ પ્રક્રિયા
જો તમે પણ તમારી તસવીરને 3D મૂર્તિમાં બદલવા માંગો છો તો તેના માટે સૌપ્રથમ Google AI Studio અથવા Gemini એપ/વેબસાઈટ પર જાવું પડશે. ત્યાં તમને બે વિકલ્પ મળશે – ફક્ત એક ફોટો અપલોડ કરવો અથવા ફક્ત ટેક્સ્ટ પ્રોમ્પ્ટ નાખવો.
જનરેટ કર્યા બાદ બદલાવની સુવિધા
તમારે ફક્ત Googleનો અધિકૃત પ્રોમ્પ્ટ નાખવો છે અને જનરેટ પર ક્લિક કરવું છે. થોડા જ સેકન્ડમાં 3D ઈમેજ તૈયાર થઈ જશે. જો પરિણામ પસંદ ન આવે તો પ્રોમ્પ્ટમાં ફેરફાર કરીને ફરી જનરેટ કરી શકાય છે.